http://kksongs.org/image_files/image002.jpg

Krsna Kirtana Songs est. 2001                                                                                                                                                 www.kksongs.org


Home Song Lyrics H

Song Name: Harine Bhajatan Haju Koi Ni Laj

Official Name: None

Author: Premala Dasa

Book Name: None

Language: Gujarati

 

A

 

LYRICS:

(ધ્રુવ પદ)

હરિને ભજતાં હજુ કોઈ ની લાજ જતા નથી જાણી રે

જેની સુરતા શ્યામળિયા સાથ વદે વેદવાણી રે

 

(૧)

વહાલે ઉગાયોં પ્રહલાદ હરણાકશિપુ માર્યો રે

વિભીષણ ને આપ્યું રાજ્ય રાવણ સંહાર્યો રે

 

(૨)

વહાલે નરસિ મહેતા ને હાર હાથો-હાથ આપ્યો રે

ધ્રુવ ને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી થાપ્યો રે

 

(૩)

વહાલે મીરા તે બાઈ ના ઝેર હળાહળ પીધાં રે

પાઞ્ચાળી નાં પૂર્યોં ચીર પાણ્ડવ કામ કીધા રે

 

(૪)

આવો હરિ ભજવાનો લહાવો ભજન કોઈ કરશે રે

કર જોડ કહે પ્રેમળ દાસ ભક્તોં નાં દુઃખ હરશે રે

 

UPDATED: January 29, 2017